For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ખાનગી શાળા સંચાલકો DEOને પણ ગાંઠતા નથી, ખાસ કલરના સ્વેટરનો આગ્રહ

05:13 PM Nov 29, 2024 IST | revoi editor
રાજકોટમાં ખાનગી શાળા સંચાલકો deoને પણ ગાંઠતા નથી  ખાસ કલરના સ્વેટરનો આગ્રહ
Advertisement
  • DEOએ પરિપત્ર કરી વિદ્યાર્થીઓ ગમે તે કલના સ્વેટર પહેરી શકે તેમાટે સુચના આપી હતી,
  • કેટલીક ખાનગી સ્કૂલોનો ચોક્કસ કલરના સ્વેટર નિયત સ્થળેથી ખરીદવાનો આગ્રહ,
  • કોંગ્રેસે વાલીઓની ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરી

રાજકોટઃ  ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઠંડીથી બચવા માટે બાળકો ગરમ વસ્ત્રો પહેરીને શાળાએ જતાં હોય છે. ત્યારે કેટલીક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ડ્રેસકોડ મુજબ ખાસ કલરના સ્વેટર પહેરવાનો આગ્રહ રાખતા હોય છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓના વાલીઓને ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવાનું કહેતા હોય છે. શાળા સંચાલકોના આવા આગ્રહને કારણે વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને શાળામાં બાળકોને ખાસ કલરના સ્વેટરનો આગ્રહ કરી શકાશે નહીં, વિદ્યાર્થીઓ ગમે તે કલરનું સ્વેટર પહેરીને આવે તેમને ટપારી શકાશે પણ નહીં, જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર છતાંયે રાજકોટ શહેરની કેટલીક જાણીતી સ્કુલો વિદ્યાર્થીઓને ડ્રેસ કોડના કલર મુજબ સ્વેટર પહેરવાનો આગ્રહ કરી રહ્યા છે. તે સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે, એટલું જ નહીં આ અંગે વાલીઓને કોઈ ફરિયાદ હોય તો તે માટે કોંગ્રેસે કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કર્યો છે.

Advertisement

રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ જગ્યાએથી જ પુસ્તકો ખરીદવા આગ્રહ રાખતા હોવાની ફરિયાદો બાદ હવે શિયાળામાં ચોક્કસ કલરના જ સ્વેટર અને તે પણ નક્કી કરેલી દુકાનેથી જ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી છે. શિયાળાની ઠંડીથી બચવા વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કર્યો હોવા છતાં ખાનગી શાળાઓ તેને ઘોળીને પી જતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે કોંગ્રેસે હેલ્પલાઈન શરૂ કરતા તેમાં પણ વાલીઓની ફરિયાદો આવી રહી છે.

રાજકોટ શહેરમાં શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના ચોક્કસ જગ્યાએથી ખરીદેલા સ્વેટર જ પહેરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનુ દબાણ નહીં કરી શકે તેવો પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ રાજકોટ શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રને ઘોળીને પી ગઈ છે.  બજારમાં રૂ. 500 ની કિંમતના મળતા સ્વેટર નિશ્ચિત કરેલી દુકાનેથી રૂ. 800 થી રૂ. 1000 માં વહેંચી વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મની જેમ હવે સ્વેટર, સ્કૂલ બેગ, સ્પોર્ટ્સ ડ્રેસ, શૂઝ પણ ચોક્કસ રંગના નક્કી દુકાનેથી ખરીદવા વિદ્યાર્થીઓ અને વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement