વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે
- વડાપ્રધાન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે,
- વડનગરમાં મોદી મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે,
- બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની વડાપ્રધાન મુલાકાત લેશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 ઓગસ્ટથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જોકે વડાપ્રધાનના સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત થઈ નથી પણ સરકારી તંત્રએ વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન બે દિવસના પ્રવાસ દરમિયાન પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. વડાપ્રધાન 24 ઓગસ્ટે બપોર બાદ અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે. અહીં મહાત્મા મંદિરમાં પણ કોઇ જાહેર કાર્યક્રમ યોજાઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 મી ઓગસ્ટથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મોદી વડનગરમાં તૈયાર થનારા મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લઇને કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. જોકે હજુ ગુજરાત સરકારને વડાપ્રધાન કાર્યાલયમાંથી સત્તાવાર સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવ્યો નથી. પરંતુ પ્રારંભિક તબક્કે આ કાર્યક્રમને લઇને કોઇ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાતના આ પ્રવાસ દરમિયાન 24 ઓગસ્ટે બપોર બાદ વડાપ્રધાન અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે. અહીં મહાત્મા મંદિરમાં પણ કોઇ જાહેર કાર્યક્રમ યોજાઇ શકે છે. તેઓ રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાત સરકાર તેમજ ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે. (File photo)