સાઉથ બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે સાતમે માળેથી પટકાતા બે શ્રમકોના મોત
- હોર્ડિંગ લગાવતી વખતે વીજ વાયરને અડી જતા કરંટ લાગ્યો,
- ત્રણ શ્રમિકો સાતમા માળેથી પડ્યા,
- પોલીસ અને મ્યુનિએ હાથ ધરી તપાસ
અમદાવાદઃ શહેરના સાઉથ બોપલમાં હોર્ડિંગ લગાવતી વખતે વિશ્વકુંજ-2ના 7 માળ પરથી 3 શ્રમકો પટકાતા બેના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. વીજ થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે શ્રમિકો પટકાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં વિશ્વકૂજ-2ના સાતમા માળેથી ત્રણ શ્રમિકો પટકાયા હતા.વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા લાઈટના થાંભલાના વાયર તૂટ્યા હતા. તેમજ બિલ્ડિંગ નીચે રાખેલી ગાડી પર હોડિંગ તૂટી પડ્યું હતું. હોર્ડિંગ્સ માટે AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઇપણ મંજૂરી લેવામાં આવી નહોતી. શહેરમાં કોઈપણ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે. કહેવાય છે કે, આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાઉથ બોપલમાં. આજે રવિવારે બિલ્ડિંગના સાતમા માળે હોર્ડિંગ લગાવતી વખતે 3 શ્રમિક નીચે પટકાયા હતા. શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે એક ગંભીર હોવાનું જણાય છે. ત્રણ શ્રમિક હોર્ડિંગ લગાવતા હતા, ત્યારે થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અથડાતા દુર્ઘટના બની હતી.