For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વનતારાની લીધી મુલાકાત

03:12 PM Mar 02, 2025 IST | revoi editor
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વનતારાની લીધી મુલાકાત
Advertisement
  • વડાપ્રધાન સોમનાથના દર્શન માટે થયા રવાના,
  • સોમનાથમાં રોડ શો, દર્શન બાદ હાટ બજારનું લોકાર્પણ કરશે
  • વડાપ્રધાન મોદી સોમવારે સાસણ ગીર અભયારણ્યની મુલાકાત લેશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આવી પહોંચતા વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.. જામનગર એરપોર્ટથી પાઇલટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. ત્યારાદ બાદ વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. આજે રવિવારે વહેલી સવારે વડાપ્રધાન મોદી વનતારા પહોંચ્યા હતા. વનતારામાં પ્રાણીઓને કરાતી સારવારની માહિતી મેળવી હતી. અને પ્રાણીઓને પણ નિહાળ્યા હતા. ત્યાબાદ વડાપ્રધાન સોમનાથ જવા રવાના થયા હતા.

Advertisement

સોમનાથના હેલીપેડ પર પહોંચતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વડાપ્રધાનનો રોજ શો યોજવામાં આવ્યો છે. રોડ શો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જવા રવાના થશે સોમનાથ દાદાના દર્શન બાદ હાટ બજારનું લોકાર્પણ કરશે. સોમનાથ બાદ આજે સાંજે સાસણ જશે, જ્યાં રાત્રી રોકાણ બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન સોમનાથ દાદાના દર્શન અને પૂજન ઉપરાંત મંદિરના વિકાસ કાર્યોની ચર્ચા કરશે. તેઓ 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરે તેવી શક્યતા છે. ભારતના વડાપ્રધાન બન્યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર 8 માર્ચ 2017ના સોમનાથ આવ્યા હતા. PM મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ટુંક સમયમાં સોમનાથ મહાદેવના દર્શનનો સંકલ્પ કર્યો હતો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ ક્રયુ હતુ. સોમનાથમાં હેલિપેડથી હમીરજી સર્કલ સુધી એક કિલોમીટરનો રોડ શો યોજાશે. બાદમાં તેઓ દર્શન-પૂજન અને મંદિરના વિકાસ કાર્યો અંગેની સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement