For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી નિમિત્તે આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

03:07 PM Nov 09, 2025 IST | revoi editor
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી નિમિત્તે આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Advertisement

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે.

Advertisement

પ્રધાનમંત્રીએ પીએમ પાક વીમા યોજના હેઠળ અઠ્ઠાવીસ હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 62 કરોડની સહાય પણ ટ્રાન્સફર કરી.
આ પ્રસંગે મોદીએ વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે એક પ્રદર્શનનું અવલોકન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. મોદી એક સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી દ્વારા આજે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાયેલા પ્રોજેક્ટ્સમાં અમૃત યોજના હેઠળ દહેરાદૂન પાણી પુરવઠા સુવિધા, પિથોરાગઢ જિલ્લામાં વીજળી સબસ્ટેશન, સરકારી ઇમારતોમાં સૌર ઉર્જા પ્લાન્ટ અને નૈનીતાલમાં હલ્દવાની સ્ટેડિયમ ખાતે એસ્ટ્રોટર્ફ હોકી મેદાનનો સમાવેશ થાય છે. શ્રી મોદી બે મુખ્ય જળ ક્ષેત્રની યોજના સોંગ ડેમ પીવાના પાણી પ્રોજેક્ટ અને નૈનીતાલમાં જામરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો. અન્ય પ્રોજેક્ટ્સમાં પાવર સબસ્ટેશન, ચંપાવતમાં મહિલા રમતગમત કોલેજની સ્થાપના અને નૈનિતાલમાં અત્યાધુનિક ડેરી પ્લાન્ટનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement