For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 18 સહિત દેશના 103 અમૃત રેલવે સ્ટેશનોનું વડાપ્રધાને કર્યું લોકાર્પણ

04:51 PM May 22, 2025 IST | revoi editor
ગુજરાતમાં 18 સહિત દેશના 103 અમૃત રેલવે સ્ટેશનોનું વડાપ્રધાને કર્યું લોકાર્પણ
Advertisement
  • લીંબડીના રેલવે સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
  • ગુજરાતમાં ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, સહિત 18 સ્ટેશનોનું લોકાર્પણ,
  • દેશભરમાં 1300 રેલવે સ્ટેશનોની કાયાકલ્પ માટે કામ ચાલી રહ્યું છે

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 નવીનતમ રેલવે સ્ટેશનોનુ લોકાર્પણ કરાયું હતું. જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં રેલવે સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના  103 નવીનતમ રેલવે સ્ટેશનોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ સ્ટેશનોમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનો પણ સમાવેશ થાય છે,

રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદી આજે ભારતભરનાં 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાપર્ણ કર્યું છે, જેનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં સામખીયાળી, ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, કાનાલુસ, હાપા, ઓખા, મીઠાપુર, રાજુલા, મહુવા, લીંબડી, જામજોધપુર, સિહોર અને પાલીતાણા સહિત 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. લીંબડી રેલવે સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડી હેલિપેડથી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. જેમનું હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાતના જે રેલવે સ્ટેશનોનો આજે લોકાર્પણ કરાયો તેમાં સામખીયાળી, ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, કાનાલુસ, હાપા, ઓખા, મીઠાપુર, રાજુલા, મહુવા, લીંબડી, જામજોધપુર, સિહોર અને પાલીતાણા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે. તમામ લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાનના વરદ હસ્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા એકસાથે યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે રેલવે માત્ર પરિવહનનું માધ્યમ નથી, પરંતુ શહેરની ઓળખ પણ બને છે. “રેલવે સ્ટેશન હવે ટ્રેનના સ્ટોપેજ નહીં, પરંતુ શહેરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચહેરા બની રહ્યા છે.

વડાપ્રધાને ઉમેર્યું કે વિકાસશીલથી વિકસિત ભારત તરફના પ્રવાસમાં, નવા ઊર્જા, નવા સંકલ્પો અને નવી દૃષ્ટિ સાથે દરેક ક્ષેત્રે ગતિથી કામ થઇ રહ્યું છે. “જે યોજનાનો શિલાન્યાસ કરીએ, તેનું લોકાર્પણ પણ અમારા હસ્તે થાય છે. એ નવી કાર્યસંસ્કૃતિ ભારત અપનાવી ચૂક્યું છે.”

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1300થી વધુ રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. હવે 103 સ્ટેશનોનું કામ પૂર્ણ થયું છે અને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર ભવ્ય પ્રવેશદ્વાર, આકર્ષક આર્કિટેકચર, હાઈ માસ્ટ લાઇટિંગ, આધુનિક ટોયલેટ, દિવ્યાંગ માટે રેમ્પ, મોર્ડન પ્રતિક્ષાલય, ટિકિટ કાઉન્ટર, કોચ ઈન્ડિકેશન સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement