પ્રધાનમંત્રીએ મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો
11:39 AM Jul 30, 2025 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
Advertisement
X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, "પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈજીના નિધનથી દુઃખ થયું છે. તેઓ હંમેશા ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-યુકે સંબંધોને ગાઢ બનાવવામાં પણ ભૂમિકા ભજવી હતી. અમારી ચર્ચાઓને પ્રેમથી યાદ રાખીશ, જેમાં તેમણે તેમના મૂલ્યવાન વિચારો શેર કર્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
Advertisement
Advertisement
Next Article