ઓપરેશન સિંદૂર દરમિયાન ઈસરો અને વાયુસેનાની ચાલાકીથી પાકિસ્તાનનું કાવતરુ નિષ્ફળ રહ્યું હતું
નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનએ ભારતની સૈન્ય હલચલ વિશે માહિતી મેળવવા અનેક પ્રયત્નો કર્યા હતા. આ માટે તેણે એક જર્મન કંપની સાથે સેટેલાઇટ ઇમેજરીનો કરાર પણ કર્યો હતો. પરંતુ ભારતીય રક્ષા અનુસંધાન વિંગની રિપોર્ટ અનુસાર, ઇસરો સમયસર પાકિસ્તાનની આ યોજના ભાંપી ગયો હતો.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગેરમાર્ગે દોરવા માટે ડમી મૂવમેન્ટ્સ કર્યા, ઇલેક્ટ્રોનિક યુદ્ધકલાનો ઉપયોગ કર્યો અને મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી. ઇસરોના રિસેટ અને કાર્ટોસેટ જેવા આધુનિક ઉપગ્રહોએ જમીન પરની ચોક્કસ માહિતી પૂરી પાડી, જેના આધારે ભારતે પોતાની વ્યૂહરચના વધુ મજબૂત બનાવી.
આ કારણે પાકિસ્તાનના હુમલા નિષ્ફળ સાબિત થયા, જ્યારે ભારતે પોતાના 11 એરબેઝ પરથી સફળતાપૂર્વક હુમલાઓ અંજામ આપ્યા. આ કાર્યવાહી ભારતની ટેક્નોલોજીકલ શક્તિ અને સૈન્ય કુશળતાનો જીવંત પુરાવો માનવામાં આવી રહી છે.