શ્રાવણ મહિનાના તહેવારો પહેલા જ ગુલાબ, મોગરા સહિત ફુલોના ભાવમાં થયો વધારો
- રૂપિયા 300 કિલોના ભાવે વેચાતો મોગરાનો ભાવ 1500નો થયો,
- ગલગોટાના ભાવમાં પણ ડબલ વધારો થયો, વેપારીઓ કહે છે,
- વરસાદને લીધે ફુલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે
અમદાવાદઃ શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ ફુલોના ભાવમાં વધારો થયો છે. ગલગોટા, ગુલાબ અને મોગરા સહિત ફુલોમાં ધરખમ વધારાને લઈને ફુલોના વેપારીઓ વરસાદને લીધે ફુલોની આવક ઘટી હોવાથી ભાવમાં વધારો થયો હોવાનું કહી રહ્યા છે. મોગરાના ફૂલનો ભાવ 1500 રૂપિયા કિલો થયો છે. જ્યારે ગલગોટના ફૂલ 300 રૂપિયાની ક્રેટ 9 કિલોની, જેના ભાવ 600 રૂપિયા બોલાય છે. માત્ર અમદાવાદ જ નહીં વડોદરા, રાજકોટ અને સુરત સહિત તમામ શહેરોમાં ફુલોના ભાવમાં વધારો થયો છે.
શ્રાવણ મહિનામાં તહેવારોને લીધે ફૂલોની માગ વધતી હોય છે. કાલે 24 તારીખથી દશામાનો તહેવાર શરૂ થાય છે. ત્યારબાદ શ્રાવણ મહિના તહેવારો રક્ષાબંધન, જન્માષ્ટમી, તેમજ ગણેશોત્સવ નવરાત્રી અને દિવાળી એમ તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. વચ્ચે શ્રાદ્ધ પક્ષ ના 15 દિવસ બાદ કરતાં દિવાળી સુધી તહેવારો આવી રહ્યા છે. ત્યારે ફૂલ બજારમાં જથ્થાબંધ ફૂલોના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મોગરાના ફૂલનો ભાવ 1500 રૂપિયા કિલો થયો છે. જ્યારે ગલગોટના ફૂલ 300 રૂપિયાની ક્રેટ 9 કિલોની, જેના ભાવ 600 રૂપિયા બોલાય છે. વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે હોલસેલ ફુલ વેચતા વેપારીઓ ભાવ વધારા માટે તહેવારોને જવાબદાર ગણી રહ્યા છે જો કે બીજી તરફ ગત વર્ષ કરતાં ભાવ ઓછો હોવાનું ફુલોના વેપારીઓ કહી રહ્યા છે.
વડોદરાના ફુલોના વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે પણ વરસાદ વધુ હોવાથી ફુલોની આવક ઘટી હતી. જેથી મોગરાનો ભાવ ₹3,000 હતો. વડોદરામાં ઇન્દોરથી ગલગોટના ફૂલ, નારેશ્વરથી ગુલાબ જુઈ અને મોગરો પાદરાથી આવે છે.