For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાષ્ટ્રપતિ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને કરશે સંબોધિત

11:49 AM Aug 14, 2025 IST | revoi editor
રાષ્ટ્રપતિ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને કરશે સંબોધિત
Advertisement

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ દેશને સંબોધન કરશે. આ સંબોધન આજે સાંજે સાત વાગે આકાશવાણીના સંપુર્ણ નેટવર્ક પર પ્રસારિત થશે. દુરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. દુરદર્શનની તમામ પ્રાદેશીક ચેનલ પર પ્રાદેશીક ભાષામાં સંબોધન પ્રસારીત થશે. આકાશવાણી રાત્રે સાડા નવ કલાકે પ્રાદેશીક ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધને પ્રસારિત કરશે. 79મા સ્વાતંત્ર્ય પર્વની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લાલ કિલ્લા પરથી તેમનું પરંપરાગત સ્વતંત્રતા દિવસનું ભાષણ આપશે. દેશની ઐતિહાસિક ઇમારતો અને કચેરીઓને તિરંગાના રંગથી શણગારવામાં આવી છે. સાથેજ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત માટે આધુનિક ઇક્વીપમેન્ટથી સજ્જ હજારો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.....

Advertisement

દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવણી

ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે, જે 1947માં બે સદીઓથી વધુ સમય સુધી ચાલેલા બ્રિટિશ વસાહતી શાસનથી મળેલી સ્વતંત્રતાને ચિહ્નિત કરે છે. આ પ્રસંગ ધ્વજવંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીને ચિહ્નિત કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement