ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
12:16 PM May 02, 2025 IST | revoi editor
Advertisement
- સુપ્રીમ કોર્ટે કોલેજિયમની નિમણૂકની ભલામણને મંજૂરી
- હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં 38 થશે
અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી.
Advertisement
ગુજરાત હાઇકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ હવે દિપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઇ સહિત 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે.
Advertisement
Advertisement