પ્રયાગરાજઃ પ્રવાસી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત
લખનૌઃ પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભના આયોજન વચ્ચે મેજામાં રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 10 યાત્રાળુઓના મોત થયા. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મેજા જિલ્લાના પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે મહાકુંભ યાત્રાળુઓથી ભરેલી બસ અને બોલેરો વચ્ચે ટક્કર થવાને કારણે બની હતી. બોલેરોમાં ત્રિવેણી સંગમ જઈ રહેલા તમામ 10 યાત્રાળુઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તે બધા છત્તીસગઢના કોરબા જિલ્લાના છે. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 19 યાત્રાળુઓ પણ ઘાયલ થયા હતા. સંગમમાં સ્નાન કરીને બધા વારાણસી જઈ રહ્યા હતા. આ લોકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઈવે પર જીપકાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી બંને વાહનમાં સવાર પ્રવાસીઓની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ગમખ્વાર અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી છે. ગમખ્વાર અકસ્માતને લઈને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.