For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરાના વિવિધ વિસ્તારોમાં 16થી 21 દરમિયાન 4 કલાક વીજ પુરવઠો બંધ રહેશે

05:17 PM May 13, 2025 IST | revoi editor
વડોદરાના વિવિધ વિસ્તારોમાં 16થી 21 દરમિયાન 4 કલાક વીજ પુરવઠો બંધ રહેશે
Advertisement
  • સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુવઠો બંધ રહેશે
  • વીજ લાઈનના મરામત કામને લીધે લેવાયો નિર્ણય
  • શહેરમાં તબક્કાવાર મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે

વડોદરાઃ શહેરમાં વીજ તંત્ર દ્વારા વીજ લાઈનનું મરામતનું કામ હાથ ધરવામાં આવશે. આથી શહેરના વિવિધ વિસ્તારમાં વીજળી પુરવઠો તા.16 થી 21 દરમિયાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. વીજ રીપેરીંગ વહેલુ પૂરું થઈ જશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે વીજ લાઈનોનું મરામતનું કામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી તા. 16મી મેથી 21મા મે દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુવઠો બંધ રહેશે. જેમાં શહેરના જીઆઇડીસી સબ ડિવિઝન તા.17-મે શનિવારે, માણેજા ફીડરના આસપાસનો વિસ્તાર તા.21-મે સોમવારે, આશ્રય ફીડરના આસપાસનો વિસ્તાર. એવી જ રીતે વાળી સબ ડિવિઝન ખાતે તા.17-મે શનિવારે સુવરના ભૂમિ ફીડરના આસપાસનો વિસ્તાર. તરસાલી સબ ડિવિઝન ખાતે તા.16-મે શુક્રવારે તરસાલી ગામ ફીડર સહિત બરાનપુરા સબ ડિવિઝન ખાતે તા.20-મે મંગળવારે મંગળવારે અપ્સરા ફીડરના આસપાસનો વિસ્તાર. એવી જ રીતે માંજલપુર શાબ ડિવિઝન ખાતે તા.15-મે ગુરુવારે અંબે ફીડર શહીદ આસપાસનો વિસ્તાર. તથા તા.17-મે શનિવારે શ્રીકુંજ ફીડરના આસપાસનો વિસ્તાર તેમજ લાલબાગ ડિવિઝન ખાતે તા.16-મે શુક્રવારે લાલબાગ ફીડરના આસપાસનો વિસ્તાર તથા તા.20 મે મંગળવારે દંતેશ્વર ફીડરના આસપાસના વિસ્તારમાં વીજલાઈન રીપેરીંગ અંગે પુરવઠો બંધ રહેશે અને રીપેરીંગ પૂરું થવાથી કોઈપણ જાતની જાણ કર્યા વિના પુરવઠો શરૂ કરી દેવાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement