For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

04:01 PM Feb 05, 2025 IST | revoi editor
નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું
Advertisement

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના નોઈડાની 3 સ્કૂલોને ઈ-મેલના આધારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેથી તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવવામાં આવી હતી. તેમજ પોલીસે ત્રણેય સ્કૂલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. પરંતુ કંઈ વાંધાજનક નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Advertisement

ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધનગરના નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેઈલથી ધમકી મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ધમકીની જાણ થતાં ત્રણેય શાળાઓને ખાલી કરવાની સૂચના અપાઈ છે. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર નોઈડાની 3 ખાનગી શાળાઓ 'હેરિટેજ સ્કૂલ', 'મયુર સ્કૂલ' અને 'સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ'ને ઈ-મેઈલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન અને ફાયરની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસમાં હજુ સુધી કઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement