વારાણસીમાં PM મોદીએ ગેંગરેપ કેસની માહિતી પોલીસ પાસેથી મેળવી, આકરી કાર્યવાહી માટે કર્યું સૂચન
વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વારાણસીની એક દિવસની મુલાકાતે પહોંચ્યા અને તેમના સંસદીય મતવિસ્તારમાં બનેલા ગેંગરેપ કેસની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને આ મામલે સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, વારાણસીના એરપોર્ટ પર ઉતરેલા પ્રધાનમંત્રીને પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં બનેલી તાજેતરની બળાત્કારની ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. "પીએમ મોદીએ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો."
આ કેસ 19 વર્ષની એક મહિલા પર છ દિવસમાં 23 વ્યક્તિઓ દ્વારા કથિત ગેંગરેપનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પીડિતાને નશીલી દવા આપી અને તેને વિવિધ હોટલોમાં લઈ ગયો જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો. સોમવાર સુધીમાં, છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.