For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિમાન દૂર્ઘટનાઃ 202 મૃતકોના DNA મેચ થયા, 159 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

04:18 PM Jun 18, 2025 IST | revoi editor
વિમાન દૂર્ઘટનાઃ 202 મૃતકોના dna મેચ થયા  159 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Advertisement
  • સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એકનું મોત,
  • 33 મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ,
  • 15 પરિવારો તેમના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ શહેરમાં ગઈ તા.12મી જુનને ગુરૂવારે એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું લંડન જતું પ્લને ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત જે સ્થળે વિમાન ક્રેશ થયું ત્યાં મેડિકલ હોસ્ટેલના તબીબી વિદ્યાર્થીઓ સહિત કેટલાક લોકોના મોત નિપજ્યા હતા, વિમાન દૂર્ઘટનાના આજે સાતમાં દિવસે પણ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આજે 18 જૂન 2025ના રોજ  કુલ 202 DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. આ પૈકી, 159 મૃતદેહ સોંપાયા છે અને 33 મૃતદેહ સોંપવાના બાકી છે, જેમાંથી 15 મૃતદેહના પરિવારજનો અન્ય મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

વિમાન દૂર્ઘટના બાદ સરકારે બચાવ અને રાહતની સરાહનીય કામગીરી કરી છે. અને દૂર્ઘનામાં માર્યા ગયેલા મૃતકોના ડીએનએ મેચ કરીને તેમના સ્વજનોને મૃતદેહ સોંપાવામાં આવી રહ્યા છે. આજે 18 જૂન 2025ના રોજ  કુલ 202 DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. આ પૈકી, 159 મૃતદેહ સોંપાયા છે. જેમાં 125 ભારતીય, 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિકતા ધરાવતા મુસાફરના મૃતદેહ સોંપી દેવાયા છે. જ્યારે 2 વિદેશી નાગરિકોના મૃતદેહ વિદેશ મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ અત્યાર સુધીમાં 139 લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરી દેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નિપજ્યા છે તેમાં UKના નાગરિકો પણ હોય UK ગર્વમેન્ટની એક ટીમ મંગળવારે અમદાવાદ આવી પહોંચી હતી.

એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજના કેમ્પસ નજીક મેડિકલ વિદ્યાર્થીઓ માટેની મેસના બિલ્ડિંગ પર ધરાશાયી થયું હતું. વિમાનના પ્રવાસીઓ સિવાય જ્યાં પ્લેન તૂટી પડ્યું ત્યાં અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા, એટલે પોલીસ મૃતદેહની ઓળક માટેના પ્રયો કરી રહી છે. 3 પરિવારે મિસિંગની ફરિયાદ કરી છે. સિવિલમાં 7 દર્દી દાખલ છે. વધુ એક દર્દીનું સારવાર દરમિયાન કાલે સાંજે મોત થયું હતુ. પ્લેન ક્રેશમાં બચેલા એક માત્ર પ્રવાસી વિશ્વાસને ગત મોડી સાંજે રજા આપી દેવામાં આવી છે. વિશ્વાસ AI અને હોસ્પિટલ સાથે કનેક્ટ હતો. વિશ્વાસના ભાઈના મૃતદેહનો DNA મેચ થવાનો બાકી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement