For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પાલતુ શ્વાને યુવતી અને બાળકી પર હુમલો કર્યો, બાળકીનું મોત

05:33 PM May 13, 2025 IST | revoi editor
અમદાવાદમાં પાલતુ શ્વાને યુવતી અને બાળકી પર હુમલો કર્યો  બાળકીનું મોત
Advertisement
  • શ્વાને બાળકીને યુવતીના ખોળામાં ખૂંચવીને બચકા ભર્યા
  • પાલતુ શ્વાનને આંટો મરાવવા નિકળેલી અન્ય યુવતી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતી,
  • વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં પાલતુ શ્વાનના માલિકા સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં ઘણા લોકો શ્વાન પાળતા હોય છે. અને પાલતુ શ્વાનને લઈને તેને વોક કરાવવા નિકળતા હોય છે. ત્યારે ઘણીવાર પાલતુ શ્વાન આક્રમક બનતા હોય છે, આવોજ એક બનાવ શહેરના હાથીજણ વિસ્તારમાં બન્યો છે. શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકાં ભરી લીધા હતા છે. શ્વાને બાળકીને યુવતીના ખોળામાં ખુંચવી લઈ બચકા ભર્યા હતા. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાલતુ શ્વાન રોટવીલર લઇને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતચીત કરી રહી હતી તે સમયે અચાનક શ્વાન હાથમાંથી છટકી ગયું હતું અને તેણે યુવતી અને  ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કરી બચકાં ભર્યા હતા.બાળકીને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકાં ભર્યા હતા. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતા વિપુલ ડાભીની ચાર મહિના અને 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને બાળકીની માસી રાતના સમયે આંટો મારવા નીકળી હતી. આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતું રોટવીલર બ્રીડનું કૂતરું લઈને નીચે આવી હતી. આ દરમિયાન રોટવીલર હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેના માસી પર હુમલો કર્યો હતો. જેમાં બાળકી તેના માસીના હાથમાંથી છટકીને નીચે પડી ત્યારે રોટવીલરે બાળકીને ફાડી ખાધી હતી. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે.આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement