For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતની એક હોટલમાં માત-પિતા જમવામાં વ્યસ્ત હતા, અને તેનું બાળક વોટર પોન્ડમાં ડૂબી ગયુ

05:33 PM Sep 16, 2025 IST | Vinayak Barot
સુરતની એક હોટલમાં માત પિતા જમવામાં વ્યસ્ત હતા  અને તેનું બાળક વોટર પોન્ડમાં ડૂબી ગયુ
Advertisement
  • પતિ-પત્ની દોઢ વર્ષના બાળકને લઈને હોટલમાં જમવા માટે આવ્યા હતા,
  • બાળક રમતા-રમતા બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડ્યુ,
  • બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું

સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા હોટલના વોટર પોન્ડમાં પડી જતા ડૂબી જવાથી મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિસીવ સાથે હોટલમાં જમવા માટે ગયા હતા ત્યારે આ કરૂણ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આ હોટલ પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે.

Advertisement

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત થયું છે. બાળક તેના માતા-પિતા સાથે હોટલમાં જમવા માટે ગયું હતું, ત્યારે રમતા-રમતા તે બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે,  વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે 'પાણીવાળી હોટલ' તરીકે પણ ઓળખાય છે. આ દરમિયાન ક્રિસીવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો હતો. અને ડૂબી જતા મોત નિપજ્યું હતુ.

Advertisement

શહેરના યોગી ચોકના શુભમ રેસીડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. હોટેલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું. આ દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો પુત્ર ક્રિસીવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો. બેન્કવેટ હોલમાં કોઇને ખબર નહોતી કે બાળક ક્યાં છે. જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી હતી. તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી. હોટલના સંચાલકો ક્રિસીવને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા. બાળકને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ તે બેભાન હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો. સમગ્ર ઘટના અંગે હોટલના મેનેજર હસનભાઈ રાબડીએ જણાવ્યું કે, બાળક વોટર પોન્ડમાં પડી ગયો હતો. બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. મેં તાત્કાલિક બાળકને બહાર કાઢ્યો અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

Advertisement
Tags :
Advertisement