For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં મ્યુનિ.એ ચીમકી આપતા વેપારીઓએ 200થી વધુ દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા

05:46 PM Feb 04, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગરમાં મ્યુનિ એ ચીમકી આપતા વેપારીઓએ 200થી વધુ દબાણો સ્વેચ્છાએ હટાવી લીધા
Advertisement
  • મ્યુનિની ટીમ હવે રોજ શહેરના તમામ વિસ્તારમાં સવાર-સાંજ ફરશે
  • મ્યુનિ.કમિશનરની સુચના બાદ વેપારીઓને દબાણ હટાવવાની સુચના આપી હતી
  • ક્યાં કેટલા દબાણો છે, એનો રિપોર્ટ તૈયાર કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ શહેરના સ્વચ્છ બનાવવા ઉપરાંત દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશનરની સુચના બાદ અધિકારીઓએ જાહેર રસ્તાઓ ઉપરથી તમામ દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે સૂચના આપી હતી. મ્યુનિની ટીમે આ દબાણો દૂર કરાયા કે નહીં તેની તપાસ માટે શહેરમાં ફરી હતી. જેમાં વેપારીઓએ સ્વેચ્છાએ 200થી વધુ દબાણ દૂર કરી દીધા હતા.

Advertisement

સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય બજારમાં અનેક દબાણો ખડકાયેલા હતા. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી, આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ રસ્તા ઉપર અનેક જગ્યાએ દબાણો હતા. દબાણને કારણે રસ્તા ઉપર ચાલવુ પણ મુશ્કેલ બની જતું હતું. પરંતુ મ્યુનિ. કમિશનર નવનાથ ગવહાણેએ જાહેર રસ્તા ઉપરના તમામ દબાણો કોઇ પણ સંજોગોમાં દૂર કરવા સૂચના આપતા રોડ રસ્તાઓ પર કેટલા દબાણો છે. એનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને મ્યુનિના અધિકારી મયુરસિંહની સાથે પોલીસ ટીમ રોજ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને સ્વેચ્છાએ દબાણ હટાવવા માટે સૂચના આપી રહ્યા છે. સોમવારે પોટપટપરા, પતરાવાળી હોટલ, જવાહરચોક, જોરાવરનગર મેઇન બજારની સાથે ખીજડીયા હનુમાન રોડ ઉપર પાલિકાની ટીમ ફરી હતી. જેમાં 2 દિવસ પહેલા વેપારીઓને સ્વેચ્છાએ દબાણ હટાવવા માટે સૂચના આપી હતી.આથી 200 જેટલા વેપારીઓઓ સ્વેચ્છાઓ દબાણો હટાવી લીધા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement