દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું
દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે અને વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો છે. સિલિગુડી સિક્કિમને જોડતો NH 10 અનેક સ્થળોએ બંધ કરવામાં આવ્યો છે.
દાર્જિલિંગમાં પુલ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમના સંદેશમાં, મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી છે. તેમણે માહિતી આપી હતી કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે