For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં ચેલા-ચેગા રોડ પર બસ અને પીકઅપ વેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

05:54 PM Mar 18, 2025 IST | revoi editor
જામનગરમાં ચેલા ચેગા રોડ પર બસ અને પીકઅપ વેન વચ્ચે અકસ્માતમાં એકનું મોત
Advertisement
  • અકસ્માતમાં 10 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
  • ખાનગી લકઝરી બસ ડિવાઈડર કૂદીને પીકઅપ વેન સાથે અથડાઈ
  • પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચેલા-ચંગા રોડ પર સર્જાયો હતો. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, જામનગર નજીક ચંગા ગામની પાસે બપોરે બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પીકપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી, અને બોલેરો પીકઅપ વેન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરીયા ગામના જસ્મીન મનસુખભાઈ તાળા (ઉમર વર્ષ 30) ને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.  જ્યારે લકઝરી બસમાં 15 જેટલા મુસાફરો બેઠા હતા, જે તમામને પણ નાની મોટી ઈજા થઈ હોવાથી અલગ અલગ ચાર 108 એમ્બ્યુલન્સની મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.

આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી બી.ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો છે, જયારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement