For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર નજીક પૂર ઝડપે કાર ટ્રક સાથે અથડાતા એકનું મોત

05:30 PM Feb 18, 2025 IST | revoi editor
ગાંધીનગર નજીક પૂર ઝડપે કાર ટ્રક સાથે અથડાતા એકનું મોત
Advertisement
  • ગાંધીનગરના લીંબડિયા ગામ પાસે બન્યો બનાવ
  • રોડ સાઈડ પર ઊભેલા ટ્રક સાથે કાર અથડાઈ
  • કારમાં સવાર બે લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર નજીક લીંબડીયા ગામની મધુવન નર્સરી પાસે સવારે સાડા પાંચ વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બીછીવાડાથી પરત ફરી રહેલી કાર પૂરપાટ ઝડપે આવીને રોડની સાઇડમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે બે જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગાંધીનદર નજીક લીંબડીયા ગામની મધુવન નર્સરી પાસે વહેલી સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કાર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર કદીયુરહેમાન પઠાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારના ચાલક ઈરફાન મિર્ઝા અને મીઝાજભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ, મૃતક કદીયુરહેમાન તેમના મિત્રો સાથે રાજસ્થાન બોર્ડર પાસે ચા પીવા રોકાયા હતા. ત્યારબાદ ઈરફાન મિર્ઝાએ કારનું સ્ટીયરિંગ સંભાળ્યું હતું. મોટા ચિલોડા પસાર કર્યા બાદ અમદાવાદ તરફ આવતા સમયે લીંબડીયા ગામ પાસે કાર અનિયંત્રિત થઈને રોડની સાઇડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ બનાવમાં ડભોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું મુખ્ય કારણ કારની અતિ ઝડપ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement