દ્વારકા-જામખંભાળિયા હાઈવે પર સ્વીફ્ટકાર પલટી ખાંતા એકનું મોત, ત્રણ ગંભીર
- બોટાદના ચાર મિત્રો કારમાં દ્વારકા દર્શન માટે જતા હતા,
- સ્વીફ્ટકારની વધુ ઝડપને લીધે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો,
- પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જામખંભાળિયાઃ દ્વારકા હાઈવે પર દાંતા ગામ નજીક પૂરફાટ ઝડપે જઈ રહેલી સ્વીફ્ટકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કારમાં ચાર યુવાનો બોટાદથી દ્વારકા દર્શન માટે જઈ રહ્યા હતા.ત્યારે હાઈવે પર કાર પલટી ખાતા અકસ્માતનો બનાવ બન્યો હતો.
જામખંભાળિયાના દાંતા ગામ નજીક પૂરફાટ ઝડપે જતી સ્વીફ્ટ કાર પલટી મારી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, બોટાદના ચાર મિત્રો સ્વીફ્ટકારમાં દ્વારકા જવા નીકળ્યા હતા. જામખંભાળિયાના દાંતા ગામ નજીક કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇને ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં રવી પટેલ નામના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાહનચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.