For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વેરાવળ-કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી જતાં એકનું મોત, 23 યાત્રાળુઓને ઈજા

02:42 PM Mar 14, 2025 IST | revoi editor
વેરાવળ કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી જતાં એકનું મોત  23 યાત્રાળુઓને ઈજા
Advertisement
  • લકઝરી બસમાં યાત્રાળુઓ વેરાવળથી ભગુડા મોગલ ધામ જઈ રહ્યા હતા
  • ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવદર્શન માટે નીકળ્યા હતા
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યાં

કોડિનારઃ  વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર ખાનગી બસે પલટી ખાતા એકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 23 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લકઝરી બસમાં ખારવા સમાજના 55 પ્રવાસીઓ  વેરાવળથી ભગુડા મોગલ ધામ દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે રાત્રે 11 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભગુડા મોગલધામ દર્શન માટે જતી જાત્રાની બસ પલટી મારી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેરાવળના ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવદર્શન માટે નીકળ્યા હતા. અકસ્માતમાં 22 વર્ષીય યોગેશ પ્રભુદાસ ચોરવાડીનું મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ વેરાવળ-કોડીનાર હાઇવે પર યાત્રાળુઓની બસ પલટી જતા નજીકના ગામડાના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા, આ અકસ્માતનો બનાવ સુંદરપરા ગામ પાસે આ અકસ્માત થયો હતો, આ અકસ્માત ગુરૂવારે (13મી માર્ચ) રાત્રે 11 વાગ્યે થયો હતો અને તેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. વેરાવળના ખારવા સમાજના લોકો તીર્થયાત્રા પર ગયા હતા અને આ અકસ્માત થયો, તેઓ ધુળેટી તહેવાર માટે તીર્થયાત્રા પર જઈ રહ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો.પોલીસે સમગ્ર ઘટના અંગે મુસાફરો અને ડ્રાઇવરના નિવેદનો લીધા છે. બસ કેવી રીતે પલટી ગઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement