For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ

05:00 PM Mar 03, 2025 IST | revoi editor
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરાતા nsuiએ કર્યો વિરોધ
Advertisement
  • NSUIના કાર્યકરો કૂલપતિની ચેમ્બરમાં ઘૂંસી જતાં ટીંગાટોળી કરીને કરી અટકાયત
  • કૂલપતિનો ઘેરાવ કરવાની આપી ચીમકી
  • ફીમાં કરાયેલો તોતિંગ વધારો પાછો ખેંચવાની કરી માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓમાં ફીમાં નવા શૈક્ષણિક સત્રથી વધારો કરવાની જાહેરાત કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુનિવર્સિટી દ્વારા ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે,  કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આજે ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં આવેલી કુલપતિની ઓફિસમાં બેસીને સુત્રોચાર કરવા લાગ્યા હતા. તે દરમિયાન વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. ફી વધારો પાછો નહીં ખેચવામાં આવે તો આગામી દિવસમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.COMથી લઈ PHDના કોર્સમાં 1800 રૂપિયાથી લઈ 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. ફી વધારાને લઈને એનએસયુઆઈ  દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. જો ફી વધારો પરત ના ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ અને આગામી દિવસોમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

એનએસયુઆઈના કાર્યકરોએ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ કર્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં જઈને ધમપછાડા કરીને કુલપતિના ચેમ્બરની ઝાળી તોડી નાખી હતી. કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોએ કુલપતિ સામે જ તેમની ઓફિસમાં બેસીને સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

Advertisement

એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફી વધારો થવાથી વિદ્યાર્થીઓ પર સીધી અસર પડી રહી છે જેથી ગુજરાત યુનિવર્સિટી ફી વધારો પરત ખેંચે તેવી અમારી માગ છે. જો ફી વધારો પરત ન ખેંચાય તો કુલપતિના ઘરની ઘેરાવ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement