For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હવે લર્નિંગ લાયસન્સ માટે ઘેરબેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકાશે

06:28 PM Jan 24, 2025 IST | revoi editor
હવે લર્નિંગ લાયસન્સ માટે ઘેરબેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકાશે
Advertisement
  • આગામી ફેબ્રુઆરીથી RTOના નિયમો બદલાશે
  • કમ્પ્યુટર કે લેપટોપમાં વેબકેમેરા અને ઈન્ટરનેટ દ્વારા પરીક્ષા આપી શકાશે
  • લર્નિંગ લાયસન્સ ઘેરબેઠા જ મળી જશે

અમદાવાદઃ વાહનો ચલાવવા માટેના લર્નિંગ લાયસન્સ હવે ઘેર બેઠા મળી જશે. લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા ઘેરબેઠા ઓનલાઈન આપી શકાશે, ઘર કે ઓફિસના કમ્પ્યૂટર કે લેપટોપમાં વેબ કેમેરા-ઈન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે. આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે. આવતા મહિનાથી એટલે કે ફેબ્રુઆરીથી આરટીઓના નિયમોમાં બદલાવ થશે. જોકે, RTO જઈ ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી રહેશે.

Advertisement

વાહન ચાલક માટે પ્રાથમિક ડોક્યુમેન્ટ તરીકે લર્નિગ લાઈસન્સ હોવુ જરૂરી છે. અત્યાર સુધી લર્નિંગ લાઈસન્સના ટેસ્ટ માટે આરટીઓ જવુ જરૂરી હતું. પરંતુ હવેથી લર્નિંગ લાઈસન્સ મેળવવા માટેની પરીક્ષા ઘરે બેઠા જ ઓનલાઈન આપી શકાશે.  લર્નિંગ લાયસન્સ મેળવવા માગતા અરજદારોને હવે આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી. કારણ કે, ઘર કે ઓફિસમાં જ્યાં વેબ કેમેરા હોય ત્યાં બેઠા બેઠા ટેસ્ટ આપી શકાશે. જ્યાં પણ વેબ કેમેરાની સુવિધા હશે ત્યાં બેસીને ટેસ્ટ આપી શકાશે. જોકે, બંને પ્રકારના લાઈસન્સ લેવામાં લોકોએ પહેલા અરજી કરવી પડશે.

આરટીઓના સૂત્રોના કહેવા મુજબ  આ નિયમ ફેબ્રુઆરી, 2025 થી લાગુ કરી દેવામાં આવશે. હાલ લર્નિંગ લાઈસન્સ માટે પોલિટેકનિક અને આઈટીઆઈટીઆઈમાં લાઈસન્સ બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે. જોકે, આ સુવિધા તો ચાલુ જ રહેશે. તદઉપરાંત ઘર કે ઓફિસમાં જ્યાં વેબ કેમેરા હોય ત્યાં બેઠા બેઠા ટેસ્ટ આપી શકાશે. ગુજરાતમાં ફેબ્રુઆરીથી આ સિસ્ટમ અમલી થવા જઈ રહી છે.  હાલ મહારાષ્ટ્રમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આરટીઓ દ્વારા  છેલ્લા કેટલાક સમયથી આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટમાં પણ લર્નિંગ લાઈસન્સને ફેસલેસ એટલે કે કચેરીએ આવ્યા વિના ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. તાજેતરમાં જ લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું.

Advertisement
Tags :
Advertisement