For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાયલા મામલતદાર કચેરીમાં સમયસર ન આવતા 18 કર્મચારીને નોટિસ

06:10 PM Jan 09, 2025 IST | revoi editor
સાયલા મામલતદાર કચેરીમાં સમયસર ન આવતા 18 કર્મચારીને નોટિસ
Advertisement
  • ડેપ્યુટી કલેકટરએ સરપ્રાઈઝ કર્યુ ચેકિંગ
  • ઈન્ચાર્જ મામલતદાર સર્કલ ઓફિસર સહિત અધિકારીઓ પણ મોડા આવ્યા
  • એક દિવસનો પગાર કેમ ન કાપવો તેના ખૂલાશો મંગાયો

સુરેન્દ્રનગરઃ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર આવતા ન હોવાની ફરિયાદો ઊઠતી હોય છે. અરજદારો પોતાના કામ પાસે સરકારી કચેરીઓ શરૂ થાય તે પહેલા જ પહેંચી જતા હોય છે. પણ કર્મચારીઓ નિયત સમયે કચેરીઓમાં આવતા ન હોવાથી અરજદારોને રાહ જોઈને બેસી રહેવું પડે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મામલતદાર કચેરીમાં ડેપ્યુટી કલેક્ટરે સરપ્રાઈઝ ચેકિંગ કરતા મોડા આવતાં કર્મચારીઓ  ઝપટમાં આવી ગયા હતા.  કચેરીમાં વિવિધ શાખામાં ફરજ બજાવતાં કુલ 18 કર્મચારીઓ ચેકિંગ દરમિયાન પોતાની જગ્યા પર જોવા મળ્યાં ન હતા. જેને લઈ નોટિસો ફટકારવામાં આવી છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોય તેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. બપોરે 11થી 12 વાગી જાય છતાં પણ કર્મચારીઓ પોતાની ફરજ પર ટેબલ પર હાજર જોવા મળતા ન હતા. મામલતદાર કચેરીના તમામ ટેબલો ખાલી જોવા મળતા કોઈપણ કર્મચારી સમયસર ન આવતા હોય તેવા દ્રશ્યો રોજ કચેરીમાં જોવા મળતા હતા. અરજદારોને કર્મચારીઓ આવે નહીં ત્યાં સુધી બેસી રહેવાનો વારો આવતો હતો. જેને લઈ પ્રાંત અધિકારી લીંબડી દ્વારા સાયલા મામલતદાર ખાતે ફરજ બજાવતા 18 જેટલા કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં ગત તારીખ 6 જાન્યુઆરીનો એક દિવસનો કપાત પગારી રજા કેમ ન ગણવી તેનો પણ ખુલાસો કર્મચારીઓએ આપવો પડશે.

ડેપ્યુટી કલેક્ટરે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ખુદ ઇન્ચાર્જ મામલતદાર સહિત સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, કલાર્ક, રેવન્યુ તલાટી, નાયબ મામલતદાર પુરવઠા, નાયબ મામલતદાર દબાણ, નાયબ મામલતદાર એટીવિટી જેવા મુખ્ય અધિકારીઓ સહિત 18 જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર નહતા, આથી તમામને નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવવામાં આવ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા તાલુકામાં સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં મોટા ભાગના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા નહતા. તેની સામે કાર્યવાહી કરવામાં આવી નહતી. ત્યારે નાના કર્મચારી સમયસર હાજર નહીં રહેતા નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવી છે. ( પ્રતિકાત્મક તસવીર)

Advertisement
Tags :
Advertisement