બિહારમાં નીતિશકુમાર 10મી વાર મુખ્યમંત્રી બન્યાં, શપથગ્રહણ કર્યાં
પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી બાદ આજે એનડીએએ સરકારની રચના કરી છે. બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારે શપથ લીધા હતા. આ ઉપરાંત સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ પણ ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યાં છે. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના વરિષ્ટ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ સમારોહમાં હાજર રહ્યાં હતા.
એનડીએ સરકારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત 26 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, ડૉ. દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેશી સિંહ, મદન સાહની, નીતિન નવીન, રામ ક્રિપાલ યાદવ, સંતોષ કુમાર સુમન, સુનિલ કુમાર, અરવિંદ સિંહ, અરવિંદ કુમાર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, સુમિત નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શૈલેષ કુમાર સિંહ, ડૉ.પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ અને દીપક પ્રકાશએ મંત્રીપદના શપથગ્રહણ કર્યાં હતા. એનડીએ સરકારના મંત્રીઓને રાજ્યપાલ આશિફ ખાને શપથ લેવડાવ્યાં હતા. શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારી સ્ટાઈલમાં ગમછો લહેરાવીને અભિયાદન કર્યું હતું.