For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

02:30 PM Mar 20, 2025 IST | revoi editor
નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ
Advertisement

પૂણેઃ મહારાષ્ટ્રમાં અસમાજીકતત્વો બેફામ બન્યાં હોય તેમ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાસિકમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતકો પૈકી એક એનસીપી(અજીત પવાર)ના શહેર ઉપપ્રમુખ હોવાનું જાણવા મળે છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, નાસિકના ઉપનગર આંબેડકરવાડીમાં બે સગા ભાઈઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ ઉમેશ ઉર્ફે મુન્ના જાધવ અને પ્રશાંત જાધવ તરીકે થઈ છે. આ બંને ભાઈઓ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ જાધવ રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજીત પવાર જૂથ) ના શહેર ઉપપ્રમુખ હતા. આ ઘટના રાત્રે પુણે હાઇવે નજીક આંબેડકરવાડી વિસ્તારમાં બની હતી. હુમલાખોરોએ આંબેડકરવાડી વિસ્તારમાં તેમના ઘર સામે બંને પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ધવાયેલા બંને ભાઈઓને નાસિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  જ્યાં ફરજ હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતી. આ હત્યા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ હુમલાખોરોને પકડવામાં વ્યસ્ત છે. હત્યા કર્યા પછી, આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો. હાલમાં, હત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ આ ડબલ મર્ડરને કારણે સમગ્ર નાસિકમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટના અંગે નાશિક સબર્બન પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આ ઘટના અંગે NCP-SCP ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે, નાસિકમાં બનેલી ઘટનામાં અજિત પવારની પાર્ટીના ઉપપ્રમુખ સહિત ST સમુદાયના 2 લોકો માર્યા ગયા હતા. અમને ટાળી શકાય તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. જ્યારે નાગપુરમાં આ ઘટના બની ત્યારે પોલીસ કમિશનરે કંઈક બીજું કહ્યું અને એક અલગ જ નિવેદન આપ્યું.

Advertisement

Advertisement
Tags :
Advertisement