નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો
નવી દિલ્હીઃ PM મોદીની થાઇલેન્ડ મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો.થાઇલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનવાત્રાએ PM મોદીનું સ્વાગત કર્યું.આ સંમેલનમાં બેંકોક વિઝન 2030ને સ્વીકારવામાં આવશે.આ વખતે બિમસ્ટેકનું થીમ "BIMSTEC - Prosperous, Resilient and Free". છે. ગત રોજ થાઇલેન્ડ અને ભારત વચ્ચે સમુદ્રી, IT,MSME અને હાથવણાટને લગતી બાબતો અંગે સમજૂતી થઈ હતી.PM મોદી આજે મ્યાનમારના લશ્કરી નેતા જનરલ મીન આંગને મળ્યા હતા.આ દરમિયાન PM મોદીએ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે એમ પણ કહ્યું કે ભારત મ્યાનમારને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે.
આજે PM મોદી થાઇલેન્ડથી શ્રીલંકાની યાત્રાએ રવાના થશે.અને શનિવારે ભારતના પ્રધાનમંત્રી તેમજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે મુલાકાત થશે.