For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના આઉટસોર્સથી કામ કરતા 50થી વધુ કર્મચારીઓ પગારથી વંચિત

05:39 PM Nov 22, 2025 IST | Vinayak Barot
ભાવનગર મ્યુનિ કોર્પોરેશનના આઉટસોર્સથી કામ કરતા 50થી વધુ કર્મચારીઓ પગારથી વંચિત
Advertisement
  • ખાનગી એજન્સી દ્વારા પગાર ન ચુકવાતા મ્યુનિના સત્તાધિશોને રજુઆત,
  • મ્યુનિ. દ્વારા ખાનગી એજન્સી પાસેથી પેનલ્ટી વસુલાશે,
  • પગાર ન થતા કર્મચારીઓની હાલત કફોડી

ભાવનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી ભરતીને બદલે કર્મચારીઓની આઉટસોર્સથી સેવા લેવામાં આવી રહી છે. ખાનગી એજન્સીઓ દ્વારા જરૂર મુજબના કર્મચારીઓ પુરા પાડવામાં આવે છે. મ્યુનિ દ્વારા ખાનગી એજન્સીને નાણા ચુકવી દેવામાં આવતા હોય છે. પણ ખાનગી એજન્સીના વાંકે આઉટસોર્સ કર્મચારીઓના પગાર પણ સમયસર થતા નથી તેથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે કર્મચારીઓએ અધિકારીને રજૂઆત કરી હતી.

Advertisement

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ફરજ બજાવતા આઉટસોર્સના કર્મચારીઓને તા. 10 નવેમ્બર સુધીમાં ગત માસનો પગાર એજન્સીએ ચુકવી દેવાનો હોય છે પરંતુ 22મી નવેમ્બર સુધી ખાનગી એજન્સીએ 50થી આઉટસોર્સના કર્મચારીઓનો પગાર ચુકવ્યો નથી. તેથી કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ બાબતે આઉટસોર્સના કર્મચારીઓ મ્યુનિના જવાબદાર અધિકારીને રજૂઆત કરવા માટે ગયા હતા અને પગારના મામલે રજૂઆત કરી હતી.  આઉટસોર્સના કર્મચારીઓનો પગાર સમયસર એજન્સી દ્વારા ચુકવવામાં આવતો નથી ત્યારે મ્યુનિએ તપાસ કરી એજન્સી સામે કડક પગલા લેવા જોઈએ તેવી કર્મચારીઓમાં માગ ઊઠી છે..

મ્યુનિના અધિકારીના કહેવા મુજબ ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને સુરતની એક ખાનગી એજન્સીને કર્મચારીનો પુરા પાડવાનો કોન્ટ્રાકટ આપ્યો છે અને તેઓનું બેંક એકાઉન્ટ ફીઝ થઈ જતા પગાર ચુકવ્યો નહોતો.  આજથી પગાર ચુકવણી એજન્સીએ શરૂ કરી છે પરંતુ સમયસર પગાર નહીં કરતા એક કર્મચારીના રૂા. 50લેખે 11 દિવસની પેનલ્ટી વસુલવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement