For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 24 લાખથી વધુ E-ચલણ પેન્ડિંગ, ઘીકાંટા કોર્ટમાં દંડ ભરવા ટ્રાફિક સેન્ટર શરૂ કરાયું

05:07 PM Sep 17, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં 24 લાખથી વધુ e ચલણ પેન્ડિંગ  ઘીકાંટા કોર્ટમાં દંડ ભરવા ટ્રાફિક સેન્ટર શરૂ કરાયું
Advertisement
  • અગાઉ પોલીસ કમિશનર ઓફિસ ખાતે દંડ ભરી શકાતો હતો,
  • ટ્રાફિકનો ભંગ કરેલા વાહનચાલકોએ 160 કરોડના મેમો ભર્યા નથી,
  • ઘીકાંટા કોર્ટમાં સેન્ટર શરૂ કરાતા પ્રથમ દિવસે 68 હજારથી વધુનો દંડ લોકોએ ભર્યો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ફોટા પાડીને વાહનમાલિકોને તેમના મોબાઈલ ફોન પર ઈ-મેમો આપવામાં આવતો હોય છે. પરંતુ ઘણાબધા વાહનમાલિકો આ-મેમો ભરતા નથી. મહિનાઓ સુધી ઈ-મેમો ન ભરનારા વાહન માલિકોને ઘીકાંટા કોર્ટમાંથી સમન્સ પણ ઈસ્યુ કરવામાં આવતા હોય છે. હવે વાહન માલિકો દંડ ભરી શકે તે માટે  ઘી કાંટા ખાતે આવેલા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પાંચમાં માળે ઇ-ચલણ ટ્રાફિક સેન્ટર ઉભું કરાયું છે.

Advertisement

અમદાવાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગઈકાલે મંગળવારે ટ્રાફિક ઇ-ચલણ સેન્ટરનો હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય સુથારના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે જનરેટ થતાં ઇ-મેમો મુજબ તેઓની પાસે મેમો ભરવાનો કે વર્ચ્યુઅલ મોડ દ્વારા વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ છે. મોબાઇલ નંબર અપડેટ ન હોય, ત્યાં અગાઉ ઈ-મેમો માત્ર પોલીસ કમિશનર ઓફિસ ખાતે ભરી શકાતો હતો. હાલમાં 24.72 લાખ ઈ-ચલણ પેન્ડિંગ છે. જેની કુલ રકમ 160 કરોડ થાય છે. આમ શહેરીજનો ટ્રાફિક ભંગના ગુનાનો દંડ ભરવામાં પણ આળસ રાખી રહ્યા છે.

શહેરની ઘી કાંટા કોર્ટમાં ઈ-ચલણ સેન્ટર શરૂ કરવાથી જે વાહનચાલકોના મેમો વર્ચ્યુઅલ કોર્ટમાં ગયા હશે એ આ સેન્ટરમાં મેમો ભરી શકશે. એમની સામેનો કેસ નીકળી જશે. સેન્ટર શરૂ થયાના પ્રથ દિવસે એટલે કે મંગળવારે  કુલ રૂ.68 હજારનો દંડ લોકોએ ભર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement