હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સાઈબર છેતરપીંડીના વિવિધ કેસમાં એક વર્ષમાં 108 કરોડથી વધારે રિકવર કરાયાં

11:12 AM Dec 30, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સ (ફ્રોડ થયાના 5 કલાકની અંદર)માં મળેલી ફરિયાદોમાં નાણા ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈ પણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શનથી ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તેને ત્વરિત ફ્રિઝ કરવાની કામગીરી પ્રશંસનીય રહી છે. જેને પરિણામે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોને પોતાના ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સારી સફળતા મળી છે.

રાજ્યમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ ૧.૩૧ લાખ ફરિયાદો આવી છે. તે પૈકી સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોનાં ૧૦૮.૦૮ કરોડ રૂપિયા રિકવર કરી પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

Advertisement

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણા પરત અપાવવાના હેતુસર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ૩ થી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ૧૦ દિવસની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશમાં રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપિનીયન લોક અદાલતમાં સબમિટ કરવામાં આવ્યા. જેના ટૂંક સમયમાં કોર્ટ ઓર્ડર થશે એટલે સાયબર ફ્રોડમાં ગયેલા વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCyber fraudGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesone yearPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharState Cyber ​​Crime CellTaja Samacharvarious casesviral news
Advertisement
Next Article