For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે બિનમુસ્લિમ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય છે

08:00 AM Nov 19, 2024 IST | revoi editor
પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે બિનમુસ્લિમ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય છે
Advertisement

14 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાનનું એક અંગ છુટું પડ્યું નામ પાકિસ્તાન અને તેના બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન અંગ્રેજોની ચુન્ગલમાંથી આઝાદ થયું. ભારતના લાખો મુસ્લિમો પાકિસ્તાન ગયા તો પાકિસ્તાનથી લાકો હિંદુઓ ભારત આવ્યા. પંજાબ અને બંગાળના ભાગલા થયા પણ સિંઘના ભાગલા નાં થયા. અનેક હિંદુ સિંધીઓ ભારત આવ્યા. અનેક પંજાબી હિંદુઓ અને પંજાબી શીખો ભારત આવ્યા. બંગાળનાં પણ બે ભાગ પડ્યા હતા. અનેક હિંદુ બંગાળીઓ ભારતમાં આવ્યા તો અનેક મુસ્લિમ બંગાળીઓ પાકિસ્તાનનાં બંગાળમાં ગયા. તે સમયે બાંગ્લાદેશ પાકિસ્તાનનો જ ભાગ હતું. તે સમયે પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગમાં વહેચાયેલું હતું. લાહોર અને કરાચી તથા ઢાકાનાં અનેક હિંદુ મંદિરો પણ સુમસામ થયા હતા. ભાગલા વખતે પાકિસ્તાનમાં 428 મંદિર હતા, પણ હાલમાં તે જગ્યાએ દુકાનો બની ગઈ છે. અનેક મંદિરો ખંડેર બની ગયા છે.  તો કોઈ મંદિરમાં મુસલમાનોએ પોતાના ઘર બનાવી લીધા છે તો અનેક મંદિરો ઓફિસમાં રૂપાંતરિત થઇ ગયા છે.

Advertisement

આજે પાકિસ્તાનમાં  હિંદુ સંસ્કૃતિનો નાશ થઇ રહ્યો છે. ભારતીય ભાષાનું ચલણ નહીવત છે. એક સમયે કરાચીમાં ગુજરાતી અખબારો આવતા જે આજે બંધ થવાની કગાર પર છે. સિંઘ પ્રાંતનાં લોકો  અફસોસ વ્યક્ત કરે છે કે પંજાબ અને બંગાળની જેમ સિંઘના પણ બે ભાગલા થવા જોઈતા હતા. આજે ત્યાની નવી પેઢીને ગુજરાતી આવડતું નથી.  શિક્ષણ નું મધ્યમ માત્ર ઉર્દુ છે. તો અનેક હિન્દુઓને અને ખાસ તો યુવતીઓને ઈસ્લામ કબૂલવા માટે મજબૂર કરવામાં આવે છે. પૂર્વ પાકિસ્તાન તો 1971 માં પાકિસ્તાનથી છુટું પાડીને બાંગ્લાદેશ બની ગયું પણ હાલનું પાકિસ્તાન આજે પણ તેની જડ માનસિકતામાંથી બહાર નથી આવી રહ્યું. પાકિસ્તાનમાં હિંદુઓ અલ્પ સંખ્યક તો છે પણ એકદમ નહીવત કહી શકાય ત્યારે ભારતમાં ઇસ્લામ ધર્મ આજે પણ ફૂલ્યો ફાલ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લે 1998માં વસ્તીગણતરી થઈ હતી, જેના પ્રમાણે ત્યાં હિન્દુઓની વસ્તી 1.6% છે. જયારે ભારતમાં છેલ્લે વર્ષ ૨૦૧૧ માં વસતી ગણતરી થઇ હતી તે અનુસાર ભારતમાં 14.2 ટકા વસતી મુસલમાનોની છે.

પાકિસ્તાન પંજાબ, સિંઘ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુંનવા એમ ચાર ઝોનમાં વહેચાયેલું છે.  આઝાદી વખતે ખૈબર પખ્તૂનખ્વામાં એક હિન્દુ મંદિર હતું, ત્યાં આજે મીઠાઈની દુકાન બની ગઈ છે તો ત્યાના એક  શિવમંદિરને શાળા બનાવી દેવાઈ છે. પાકિસ્તાનમાં લગભગ 3 ટકા મતદાતા બિન-મુસ્લિમ છે અને  તેમાં પણ સૌથી વધુ 14.98 લાખ મતદાતા હિન્દુ છે. છેલ્લે વર્ષ 2020 માં પાકિસ્તાનની ઈમરાન સરકારે રાજધાની ઈસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાની મંજૂરી આપી હતી. આ ઈસ્લામાબાદનું પહેલું મંદિર હતું. જેના માટે સરકારે 10 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ, 20 હજાર ચો ફુટમાં બનવા જઈ રહેલા આ મંદિરની દીવાલ બની જ રહી હતી કે કટ્ટરપંથીઓએ તોડી પાડી. આટલું જ નહીં કટ્ટરપંથીઓના દબાણમાં આવીને સરકારે મંદિર નિર્માણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. 

Advertisement

1951ની વસ્તીગણતરી પ્રમાણે, 72.26 લાખ મુસ્લિમ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. આ મુસ્લિમ પૂર્વ પાકિસ્તાન અને પશ્વિમ પાકિસ્તાનમાં  ગયા હતા. જ્યારે પાકિસ્તાનથી 72.49 લાખ હિન્દુ-શીખ ભારત પાછા આવ્યા હતા. એક ડેટા અનુસાર પાકિસ્તાનમાં દર વર્ષે હજારથી વધુ બિન-મુસ્લિમ યુવતીઓનું બળજબરીથી  અપહરણ કરવામાં આવે છે. તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. ત્યારપછી કોઈ મુસ્લિમ સાથે તેના લગ્ન કરાવી દેવાય છે. યુનાઈટેડ સ્ટેટ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના ડેટા પ્રમાણે પાકિસ્તાનમાં દર વર્ષે 1 હજારથી વધુ યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવાયા છે. તેને ઈસ્લામ કબૂલ કરાવાય છે. તેમનું અપહરણ કરવામાં આવે છે, દુષ્કર્મ કરવામાં આવે છે અને પછી બળજબરી તેમના લગ્ન કરાવી દેવાય છે. જેમાંથી મોટાભાગની હિન્દુ અને ક્રિશ્ચિયન યુવતીઓ હોય છે.

પાકિસ્તાનમાં છેલ્લી વખત 1998માં વસ્તીગણતરી થઈ હતી. 2017માં પણ થઈ છે, પરંતુ હજુ સુધી ધર્મના હિસાબે વસ્તીનો ડેટા જાહેર કરાયો નથી. 1998માં પાકિસ્તાનની  કુલ વસ્તી 13.23 કરોડ હતી. તેમાંથી 1.6% એટલે કે 21.11 લાખ હિન્દુ વસ્તી હતી. 1998માં પાકિસ્તાનની 96.3% વસ્તી મુસ્લિમ અને 3.7% વસ્તી બિન-મુસ્લિમ હતી. જ્યારે 2017માં પાકિસ્તાનની વસ્તી 20.77 કરોડથી વધુ થઈ ગઈ છે. જ્યારે માર્ચ 2017માં લોકસભામાં આપવામાં આવેલા એક જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, 1998ની વસ્તીગણતરી પ્રમાણે, પાકિસ્તાનમાં હિન્દુ વસ્તી 1.6% એટલે કે લગભગ 30 લાખ છે.

પરંતુ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલનું કહેવું છે કે ત્યાં 80 લાખથી વધુ હિન્દુ વસ્તી છે, જે પાકિસ્તાનની કુલ વસ્તીના લગભગ 4% છે. જેના પ્રમાણે, સૌથી વધુ 94% હિન્દુ વસ્તી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસે છે. આજે પાકિસ્તાનમાં વસતા અનેક હિન્દુઓ પસ્તાઈ રહ્યા છે. અને આજે પણ ભારત સરકારને ભારતમાં વસાવવા માંગ કરી રહ્યા છે. તો ભારત પણ CAA થકી પાડોશી દેશમાંથી બિન મુસ્લિમ ને ભારત આવી શકે તે માટેનાં પ્રયાસો હાથ ધરી રહ્યું  છે.

Advertisement
Tags :
Advertisement