For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેન્દ્રની મોદી સરકાર નબળી, ઓગસ્ટ સુધી જ ચાલશેઃ લાલુ યાદવ

04:58 PM Jul 05, 2024 IST | revoi editor
કેન્દ્રની મોદી સરકાર નબળી  ઓગસ્ટ સુધી જ ચાલશેઃ લાલુ યાદવ
Advertisement

પટનાઃ આજે રાષ્ટ્રીય જનતા દળનો 28મો સ્થાપના દિવસ છે. આરજેડી કાર્યાલયમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યકરોએ લાલુ અને તેજસ્વી યાદવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંનેને ચાંદીનો મુગટ પહેચાવામાં આવ્યો હતો. 28માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, 'છેલ્લા 27 વર્ષમાં અમે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ઉતાર-ચઢાવના કારણે આરજેડી મજબૂત બની છે. તેજસ્વીના નેતૃત્વમાં પાટી આગળની લડાઈ લડશે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા લાલુ પ્રસાદે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર ઘણી નબળી છે. આ સરકાર આ વર્ષે ઓગસ્ટ સુધી જ ચાલશે. હું પાર્ટીના તમામ કાર્યકરોને તૈયાર રહેવાની અપીલ કરું છું, કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. દિલ્હીમાં મોદી સરકાર ઘણી નબળી છે અને તે ઓગસ્ટ સુધીમાં પડી શકે છે.

Advertisement

પિતાના નિવેદન સાથે સહમત થતા તેજસ્વી યાદવે કહ્યું કે, કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી નહીં ચાલે. તેમણે દાવો કર્યો હતો કે, નીતિશ કુમાર 2024 કે 2025માં વિધાનસભા ચૂંટણી કરાવે, આરજેડી સરકાર બનાવશે. તેમણે કહ્યું કે જો તેમણે થોડી મહેનત કરી હોત તો તેઓ વધુ સીટો જીતી શક્યા હોત. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે, 10 થી 12 સીટો પર ખોટી રીતે આરજેડીને હરાવાયું છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ અનામત વિરોધી પાર્ટી છે. જાતિ આધારિત ગણતરી અને અનામત મર્યાદા વધારીને 75 ટકા કરવી. ભાજપ સત્તામાં આવતાની સાથે જ 75 ટકા અનામત રોકવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બંધારણ અને અનામતની વિરુદ્ધ છે. તેજસ્વી યાદવે પાંચ લાખ નોકરીઓ આપવાનું કામ કર્યું હતું. ત્રણ લાખ નોકરીઓ માટેની જોગવાઈ ફાઇલમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement