પ્રધાનમંત્રી 9 નવેમ્બરે દહેરાદૂનની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાની રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 8,140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે જેમાં રૂ. 930 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને રૂ. 7,210 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી વિકાસ, રમતગમત અને કૌશલ્ય વિકાસ સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 28,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા રૂ. 62 કરોડની સહાય પણ જાહેર કરશે. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનારા પ્રોજેક્ટ્સમાં AMRUT યોજના હેઠળ 23 વિસ્તારો માટે દહેરાદૂન પાણી પુરવઠા કવરેજ, પિથોરાગઢ જિલ્લામાં વીજળી સબસ્ટેશન, સરકારી ઇમારતોમાં સૌર ઉર્જા પ્લાન્ટ અને નૈનિતાલમાં હલ્દવાની સ્ટેડિયમ ખાતે એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી બે મુખ્ય જળ ક્ષેત્રના પ્રોજેક્ટ્સ શિલાન્યાસ કરશે - સોંગ ડેમ પીવાના પાણી પ્રોજેક્ટ, જે દહેરાદૂનને 150 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) પીવાનું પાણી પૂરું પાડશે અને નૈનીતાલમાં જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટ, જે પીવાનું પાણી પૂરું પાડશે, સિંચાઈ અને વીજળી ઉત્પાદનમાં સહાયક બનશે. જે અન્ય પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવનાર છે તેમાં પાવર સબસ્ટેશન, ચંપાવતમાં મહિલા રમતગમત કોલેજની સ્થાપના અને નૈનીતાલમાં એક અત્યાધુનિક ડેરી પ્લાન્ટનો સમાવેશ થાય છે.