ગુજરાતના મુખ્ય સચિવ તરીકે એમ કે દાસની નિયુક્તિ, પંકજ જોશી શુક્રવારે નિવૃત થશે
- એમ કે દાસ હાલ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે,
- એમ કે દાસ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે,
- એમ કે. દાસે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી આગામી તા.31મી ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને વરિષ્ઠ IAS અધિકારી એમ.કે. દાસને ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દાસ હાલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા બજાવી રહ્યા છે.
આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. મનોજ કૂમાર દાસનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે. એમ કે દાસે અગાઉ વડોદરા અને સુરત જેવા મહત્વના શહેરોના મ્યુનિસિપલ કમિશનર, 2018માં મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તેમજ ગુજરાત મરીન બોર્ડ (GMB)ના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહેલા અને 31મી ઓક્ટોબરે નિવૃત થઈ રહેલા પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. આઇઆઇટી, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફિલ સાથે ઉત્તીર્ણ થયા હતા. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ આઇએએસ અધિકારી તરીકે કાર્યરત થયા હતા. પંકજ જોશીને એક્સટેન્શન અપાશે તેવી ચર્ચા ચાલતી હતી. પણ રાજ્ય સરકારે રાજ્યના મુખ્ય સચિવ તરીકે એમ કે દાસની નિયુક્તિ કરી છે,