For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મેલબોર્ન ટેસ્ટઃ નીતિશ રેડ્ડીએ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી, ભારત ઓસ્ટ્રેલિયાથી 116 રન પાછળ

01:54 PM Dec 28, 2024 IST | revoi editor
મેલબોર્ન ટેસ્ટઃ નીતિશ રેડ્ડીએ પ્રથમ ટેસ્ટ સદી ફટકારી  ભારત ઓસ્ટ્રેલિયાથી 116 રન પાછળ
Advertisement

મેલબોર્નઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આજે મેચના ત્રીજો દિવસે નીતીશ કુમાર રેડ્ડીએ અણનમ સદી ફટકારી હતી. આમ ભારતે ચોથી ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે નવ વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા જ્યારે ખરાબ પ્રકાશને કારણે રમત વહેલી સમાપ્ત થઈ હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના 474 રનથી 116 રન પાછળ છે. ત્રીજા દિવસની રમતના અંતે રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાજ બે રને રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

Advertisement

મુશ્કેલ સમયમાં નીતિશ કુમાર રેડ્ડી (અણનમ 85) અને વોશિંગ્ટન સુંદર (40 અણનમ) દ્વારા રમાયેલી શાનદાર ઇનિંગ્સને કારણે, ભારત ઓસ્ટ્રેલિયા સામે સારી સ્થિતિમાં પરત ફર્યું હતું. ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે ચાના સમય સુધીમાં, ભારતે તેની પ્રથમ ઇનિંગમાં સાત વિકેટે 326 રન બનાવ્યા હતા. ભારતે તેના ગઈકાલના પાંચ વિકેટે 164 રનના સ્કોરથી આજે રમવાનું શરૂ કર્યું હતું.

ભારતને આજે પહેલો ફટકો રમતની ત્રીજી ઓવરમાં ત્યારે લાગ્યો જ્યારે રિષભ પંત (28) સ્કોટ બોલેન્ડના બોલ પર લિયોનના હાથે કેચ આઉટ થયો. બીજા છેડે, રવિન્દ્ર જાડેજા (17) થોડી ઓવરો સુધી સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ તે પણ નાથન લિયોનના બોલ પર LBW જાહેર થયો હતો. વોશિંગ્ટન સુંદર અને નીતિશ રાણાએ ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement