For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મણિપુર: ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ

02:32 PM Nov 18, 2024 IST | revoi editor
મણિપુર  ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ
Advertisement

નવી દિલ્હીઃ મણિપુરમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ બંને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સેના અને સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.

Advertisement

  • દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા

બંને જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર નહિવત છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. નાગરિકોને તેમના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. અને રસ્તા ઉપર નીકળતા લોકો અને વાહનોને પરત મોકલવામાં આવી રહ્યા છે. જોકે, આજરોજ અત્યાર સુધી ક્યાંયથી કોઈ અપ્રિય ઘટનાની જાણ થઈ નથી.

  • મણિપુરની સુરક્ષાને લઈને નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક

મણિપુર પોલીસનાએ જણાવ્યું હતું કે રાજધાની ઇમ્ફાલમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન અને રાજભવનની બહાર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ સમયે ઇમ્ફાલના બંને જિલ્લાઓમાં તમામ મહત્વપૂર્ણ સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરની સુરક્ષાને લઈને નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement