સવારમાં આ હેલ્દી બ્રેકફાસ્ટ બનાવો, જાણો રેસીપી
દરરોજ પરિવારના સભ્યો સ્વાદિષ્ટ નાસ્તો કરે છે જેનાથી તેઓ દિવસ દરમિયાન ઉર્જાવાન રહે. અનેક લોકો સવારે આલુ પરાઠાને બ્રેકફાસ્ટમાં લેવાનું પસંદ કરે છે. સવારે સ્વાદિષ્ટ અને સરળ નાસ્તો આલુ પરાઠા બનાવવાની જાણીએ રેસીપી...
• સામગ્રી
2 કપ ઘઉંનો લોટ, 2-3 મધ્યમ કદના બાફેલા બટાકા, 1 ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, કોથમી (ઝીણી સમારેલી), તેલ અથવા ઘી (તળવા માટે)
• પદ્ધતિ
એક વાસણમાં ઘઉંનો લોટ લઈને અંદર મીઠું મિક્સ કરો, જે બાદ પાણી ઉમેરીને મિશ્રણ કરી નાખો. ત્યાર બાદ લોટને ઢાંકીને 20 મિનિટ માટે બાજુ પર રાખો. બીજી તરફ બાફેલા બટાકાને બરાબર મેશ કરી તેમાં જીરું, લાલ મરચું પાવડર, હળદર અને સમારેલી કોથમી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. લોટના નાના ગુલ્લા બનાવી લો. જે બાદ તેમાં બટેટાનું મિશ્રણ ભરો અને ફરીથી રોલ કરો. આ ઉપરાંત એક કડાઈને ગરમ કરો અને તેમાં થોડું તેલ અથવા ઘી નાખી, પાથરેલા પરાઠાને તવા પર મૂકીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. જે બાદ ગરમાગરમ આલૂ પરાઠાને દહીં અથવા અથાણાં સાથે સર્વ કરો.