ઘરે જ બનાવો ઉત્તર ભારતની સ્વાદીષ્ટ ડીશ છોલે ભટુરે, જાણો રેસીપી...
છોલે ભટુરે ઉત્તરભારતની ખુબ લોકપ્રિય અને સ્વાદીષ્ટ ડીશ છે અને તેને લોકો સવારે નાસ્તામાં અને બપોરે જમવામાં પણ આરોગવાનું પસંદ કરે છે. મસાલેદાર છોલે અને ફુલેલા ભટુરેનો લોકોને ખુબ પસંદ આવે છે. હવે તો અમદાવાદમાં પણ અનેક સ્થળો ઉપર છોલે ભટુરે મળે છે અને ખાવાના શોખીન અમદાવાદીઓ અવાર-નવાર છોલે ભટુરેનો સ્વાદ માણે છે. તમે પણ સ્વાદીષ્ટ ડીશ ઘરે બનાવી શકો છો અને પરિવારજનોને પીરશી શકો છે. પરિવારના સભ્યો પણ તેનો સ્વાદ ભૂલશે નહીં. તો આવો જાણીએ છોલે ભટુરે બનાવવાની રીત....
રેસીપીમાં ચણા મસાલા, ગરમ મસાલા, મરી પાઉડર (બ્લેક પેપર), દાળમનો પાઉડર અને આદુ-લસણની પેસ્ટમાં ખાસ જરુર પડશે. છોલેને આખી રાત પાણીમાં પલાડી રાખવા જોઈએ. જો જલ્દી બનાવવા હોય તો એક કલાક માટે ગરમ પાણીમાં પલાડીને પણ ઉપયોગ કરી શકો છે.
- છોલે કેવી રીતે બનાવવા
પલાડેલા છોલેને પ્રેશર કુકરમાં નાખો, તેમાં એક ચમચી મીઠી, ટી-બેગ અને ખોડુ બેકીંગ સોડા નાખો. જે બાદ છ સીટી વાગે ત્યાં સુધી ગરમ થવા દો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળી અને ટામેટા નાખીને સારી રીતે મિક્સ કરો. તેમજ તમામ સુકા મસાલા નાખો. ઉકાળેલા છોલે અને થોડુ પાણી નાખીને 15 મિનિટ સુધી રાંધો. છોલેનો રંગ ટી-બેગ અને દાડમના પાઉડરથી આવે છે. ટી-બેગ છોલેને બ્રાઉનિશ ટોન આપે છે જ્યારે દાડમનો પાઉડર સ્વાદ વધારે છે.
- ભટૂરે બનાવાની રીત
ભટૂરે માટે બે કપ મેંદો, ચાર ચમચી દહીં, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, એક ચમકી બેકીંગ પાઉડર, એક ચમચી તેલ લો. મેંદાના લોટમાં આ તમામ સામગ્રી નાખીને નરમ લોટ બાંધો. લોટ બંધાઈ ગયા બાદ બે કલાક ઢીંકીને સાઈડમાં મુકી દો. ભટૂરેને ફુલેલા અને મુલાયમ બનાવવા માટે તેમાં થોડુ દહીં અને તેલ મિક્સ કરી શકો છે. હવે એક તરફ વાસણમાં તેલ ગરમ કરો, જ્યારે મેંદાના લોટના ગુલ્લા કરીને યોગ્ય ભટેરા બનાવો અને તેને તેલમાં નાખીને ફાય કરો. ભટૂરે તૈયાર થઈ ગયા બાદ છોલે સાથે પરિવારજનોને પીરસો.