હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ખાસ પ્રસંગ્રે ઘરે મહેનામો માટે બનાવો નારિયળનો હલવો, નોંધી લો રેસીપી

07:00 AM Apr 11, 2025 IST | revoi editor
Advertisement

ભારતમાં ખાસ કરીને મહેમાનના આગમન તથા વિશેષ પ્રસંગ્રે ઘરે મીઠાઈ બનાવવામાં આવે છે. ત્યારે આવા પ્રસંગ્રે નારિયળનો હલવો બનાવીને પીરસો. જેનો ટેસ્ટ પરિવારના સભ્યો ખુબ ભાવશે. તો આવો જાણીએ આ હલવો બનાવવાની રેસીપી...

Advertisement

• સામગ્રી
1 કપ તાજું છીણેલું નારિયેળ
1 કપ ગોળ (અથવા ખાંડ)
1/2 કપ ઘી
1/2 કપ પાણી
એલચી પાવડર (સ્વાદ મુજબ)

• બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને તેને થોડું શેકો. હવે તેમાં પાણી અને ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય પછી, મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધતા રહો. હવે તેમાં એલચી પાવડરને સારી રીતે મિક્સ કરો. જ્યારે ઘી મિશ્રણથી અલગ થવા લાગે, ત્યારે હલવો તૈયાર છે.

Advertisement

• નારિયળના હલવાના ફાયદા
નારિયેળ ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પાચન માટે સારું છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. હલવો હલકો અને પચવામાં સરળ હોય છે, તેથી ઉપવાસ દરમિયાન પણ તેનું સેવન કરી શકાય છે.

Advertisement
Tags :
Coconut HalwaGuests at HomemakeRECIPEspecial occasion
Advertisement
Next Article