For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજનાથ સિંહના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર

01:37 PM Oct 09, 2025 IST | revoi editor
રાજનાથ સિંહના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર
Advertisement

નવી દિલ્હીઃ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવતા મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Advertisement

રક્ષામંત્રી રાજનાથ સિંહે કેનબરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચાર્ડ માર્લ્સ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓની હાજરીમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં બંને દેશોએ ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરી, જેમાં નીચેના મુખ્ય ક્ષેત્રો સંરક્ષણ ઉદ્યોગ, સાયબર સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, પ્રાદેશિક પડકારો પર ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ સંરક્ષણ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે આતંકવાદ અને વહેંચાયેલ પ્રાદેશિક સ્થિરતા પર તેના અડગ સમર્થન માટે ઓસ્ટ્રેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.મહત્વનું છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે પણ મુલાકાત કરી હતી, જેનાથી બંને દેશો વચ્ચેના વ્યુહાત્મક સંબંધો વધુ ગાઢ બન્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement