For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસ, NCP અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમહતિ થઈ

03:42 PM Oct 23, 2024 IST | revoi editor
મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસ  ncp અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમહતિ થઈ
Advertisement

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી વચ્ચે 4 કલાકથી વધુ ચાલેલી મેરેથોન મંથન બાદ સીટોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

Advertisement

બેઠકમાં બેઠકની વહેંચણી અંગેની ચર્ચા અંગે UBT શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ત્રણેય પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને આ છેલ્લી બેઠક હતી અને ત્યાર બાદ આ મુદ્દે વધુ કોઈ બેઠક નહીં થાય. કોંગ્રેસ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણીને લઈને તકરાર ચાલી રહી હતી, જેના કારણે ત્રણેય પક્ષો તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યા ન હતા, પરંતુ આ બેઠકમાં તમામ બેઠકો પર વિચાર કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર ચૂંટણી માટે યોજાયેલી બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. વહેંચણીમાં શરદ પવારની પાર્ટીને સૌથી ઓછી બેઠકો મળશે. શિવસેના (UBT) મુંબઈમાં સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે.

Advertisement

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ 103 થી 108 બેઠકો પર ચૂંટણી લડી શકે છે જ્યારે શિવસેના (UBT) 90 થી 95 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જ્યારે NCP (શરદ પવાર)ને 80-85 બેઠકો આપવા પર સહમતિ બની છે. સપા અને આમ આદમી પાર્ટી જેવા અન્ય સાથી પક્ષો 10થી ઓછી સીટો પર સેટલ થઈ જશે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો પર 20મી નવેમ્બરે મતદાન થવાનું છે અને 23મી નવેમ્બરે મતગણતરી થવાની છે.

Advertisement
Tags :
Advertisement