હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

માધવપુર ઘેડના મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાશે

06:29 PM Mar 31, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલને રામનવમીના પવિત્ર દિવસથી પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 5 દિવસનો લોકમેળો યોજાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા મંત્રી  હર્ષ સંઘવી  અને ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Advertisement

આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

માધવપુર ઘેડ ખાતે 6ઠ્ઠી એપ્રિલથી યોજાનારા 5 દિવસીય મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના  8 રાજ્યો ભાગ લેશે. ઉત્તરપૂર્વના રાજ્યો તેમજ ગુજરાતના મળીને લગભગ 1600 કલાકારો દ્વારા  સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. આ મેળા નો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ની  ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે

Advertisement

માધવપુર ઘેડ ખાતે યોજાનારા પાંચ દિવસીય મેળા દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ ઉત્તરપૂર્વના રાજ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. ગુજરાતમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોના સૌથી મોટા જૂથ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે ભવ્ય “અરેના” એટલે કે સ્ટેડિયમ પદ્ધત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પૂર્વોત્તરના મળીને 1600 કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. જે આજ દિન સુધી બે અલગ અલગ સંસ્કૃતિના ના કલાકારો દ્વારા સયુક્ત રીતે પરફોર્મ થનાર સૌથી મોટી સાંસ્કૃતિક પ્રસ્તુતિ થવા જઈ રહી છે.

આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે. 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકમિણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

Advertisement
Tags :
Aajna Samacharall over GujaratBreaking News Gujaratifair celebratedGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMadhavpur (Ghed)Major NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article