હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરામાં ઈન્દ્રપુરી સોસાયટીમાં કચરો લેવા વાહનો ન આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો

06:07 PM Jun 12, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્ર સાથે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.  અને જાહેરમાં કચરો નાખનારા વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે, તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આજે મ્યુનિ,કોર્પોરેશનની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં જતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, છેલ્લા 6 દિવસથી ડોર ટુ ડોરની કચરા કલેક્શનની ગાડીઓ આવતી નથી. ઘરમાં એકત્ર થયેલો કચરો ક્યાં નાખવા જઈએ. પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ. બીજા વિસ્તારોમાં આવે છે, પણ અહીંયા છેલ્લા કેટલાક દિવસથી કચરાની ગાડી આવતી નથી. સ્થાનિક રહીશોએ તો હવે આ કચરો જાહેર રોડ પર ડીવાઈડર ઉપર જ નાખવાની અને આ ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharIndrapuri SocietyLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharuproarvadodaravehicles not coming to collect garbageviral news
Advertisement
Next Article