For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 7612 અસામાજિક માથાભારે તત્વોની યાદી તૈયાર, પોલીસ દ્વારા કરાશે કાર્યવાહી

06:38 PM Mar 19, 2025 IST | revoi editor
ગુજરાતમાં 7612 અસામાજિક માથાભારે તત્વોની યાદી તૈયાર  પોલીસ દ્વારા કરાશે કાર્યવાહી
Advertisement
  • પોલીસે તૈયાર કરેલી યાદીમાં 3264 બુટલેગરો, 179 ખનીજ માફિયાનો સમાવેશ
  • માથાભારે તત્વો સામે પાસા અને હદપારી સહિત અટકાયતીના પગલાં લેવાશે
  • ગુંડાગીરી કરનારા તત્વો સામે આકરા પગલાં લેવાશે

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક બાદ રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યના તમામ જિલ્લા અને પોલીસ સ્ટેશનો દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જે મુજબ વિવિધ ગુનાઈત પ્રવૃતિઓમાં સંડોવાયેલા 7612 વ્યક્તિઓની નામ જોગ યાદી તૈયાર કરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા તેમની સામે પાસા, હદપારી સહિતના પગલાં લેવાશે.

Advertisement

અમદાવાદ શહેર તથા સુરત સહિત મહાનગરો તેમજ નાનામોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માથાભારે ગણાતા ગુનાઈત પ્રવૃતિઓમાં સંડાવાયેલા સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યના પોલીસ વડાએ આપેલા આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ- 7612  ગુનાઈત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો,516 જુગાર,  2149 શરીર સબંધી, 958  મિલકત સબંધી, 179 માઇનિ અને 545  અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે.

સૂત્રોમાંથી જાણવા મલ્યા મુજબ  સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમા 7, મોરબીમાં 12 એમ, કુલ 59 લોકો સામે પાસા કરેલા છે, 10 ઇસમો વિરુધ્ધ હદપારી કરેલ છે,  724  ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લીધા છે અને 16 ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરેલ છે અને 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરેલ છે. તેમજ આગામી સમયમાં આશરે 100  પાસા, 120  હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડીમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવામાં આવશે.  આ સમયગાળા દરમિયાન કોમ્બીંગ, નાઈટ પેટ્રોલીંગ, રેઇડ, વાહન ચેકીંગ, ફુટ પેટ્રોલીંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement