For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાભરની ક્રિષ્ના ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજનું સેમે-4ની પરીક્ષામાં 100 ટકા પરિણામ

05:00 PM Jun 08, 2025 IST | revoi editor
ભાભરની ક્રિષ્ના ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજનું સેમે 4ની પરીક્ષામાં 100 ટકા પરિણામ
Advertisement
  • બીએસસી નર્સિંગ સેમે-4માં ટોપર્સમાં કોલેજની 5 વિદ્યાર્થિનીઓ,
  • સંસ્થાના પ્રમુખ  સરતાનભાઈ આર. દેસાઈએ વિદ્યાર્થીઓને શુભેરછાઓ પાઠવી હતી,
  • શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને સતત મહેનતના પરિણામે સફળતા હાંસલ કરી

થરાદઃ ભાભર સ્થિત  ક્રિષ્ના  ઈન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ ફરી એકવાર શૈક્ષણિક સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવાયેલી B.Sc Nursing સેમેસ્ટર 4 ની પરીક્ષામાં ભાભર સ્થિત ક્રિષ્ના  ઈન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગનું 100 ટકા પરિણામ આવ્યુ છે. યુનિમાં ટોપ -5માં ક્રિષ્ના ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.,જેને લીધે  સમગ્ર રાજ્યમાં સંસ્થા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે .

Advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવાયેલી B.Sc Nursing સેમેસ્ટર 4ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતા ભાભરની ક્રિષ્ના  ઈન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગનું 100 ટકા પરિણામ આવ્યું છે. યુનિમાં ટોપ ફાઈવમાં પણ સંસ્થાના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. આમ યુનિવર્સિટી સ્તરે ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. સાથે વિષય વૈજ્ઞાનિક અભિગમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને સતત મહેનતના પરિણામે આ સફળતા હાંસલ કરી છે. આ સિદ્ધિનું શ્રેય સંસ્થાના પ્રમુખ, પ્રિન્સિપાલ તેમજ ફેકલ્ટી મેમ્બર્સના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના અવિરત પ્રયત્નોને જાય છે. સંસ્થાના પ્રમુખ  સરતાનભાઈ આર. દેસાઈએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરેલા તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શુભેરછાઓ પાઠવી હતી અને તેમના આ ઉત્તમ પરિણામ માટે બિરદાવ્યા હતા. જ્યારે પ્રિન્સિપાલ  ડો. જીબીન વર્ગીસએ જણાવ્યું કે “આપણા વિદ્યાર્થીઓની આ સફળતા માત્ર સંસ્થાની નહીં પરંતુ સમગ્ર ભાભર વિસ્તાર માટે ગૌરવની વાત છે. આ કઠિન મહેનત અને સમર્પણનો પરિચય આપે છે. ભવિષ્યમાં પણ અમે આવું જ શૈક્ષણિક ઉત્તમતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવાયેલી B.Sc Nursing સેમેસ્ટર 4ની પરીક્ષામાં યુનિવર્સિટી ટોપર્સમાં પ્રથમ ક્રમે ચૌધરી નિકિતાબેન હેમાભાઈ તથા બીજો ક્રમે ચૌધરી કાજલબેન પ્રભુભાઈ, ચોથો ક્રમે ચૌધરી બિનલબેન હરજીભાઈ, અને સુથાર હિતેશકુમાર ચમનભાઈ તથા પાંચમો ક્રમે રાઠોડ ચેતનાબેન રણછોડભાઈનો સમાવેશ થાય છે. આ તમામ પાંચેય વિદ્યાર્થિનીઓ ભાભર સ્થિત ક્રિષ્ના  ઈન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement