For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કરુણા અભિયાનઃપશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

12:18 PM Jan 11, 2025 IST | revoi editor
કરુણા અભિયાનઃપશુ પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ
Advertisement

અમદાવાદઃ કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬ ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે.

રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૬ જેટલા ઇમર્જન્સી કેસ સામે ઉત્તરાયણનાં દિવસે ૧૦૪ જેટલા કેસની સંભાવના સાથે ૧૨૪.૧૪%નો વધારો જોવા મળશે. તેમજ ૧૫ જાન્યુઆરીના રોજ ૮૭ જેટલા કેસ નોંધવાની સંભાવના સાથે ૮૭.૫૦% નો વધારો થવાની સંભાવના હોવાનું ૧૯૬૨ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પ્રિયાંક પટેલે જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement