મહેસાણામાં કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન
અમદાવાદઃ મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં તેમને સમર્થકોએ અંતિમ દર્શન કર્યાં હતા. રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના પરિવારે પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. MLA કરશનભાઈ સોલંકી લાંબા સમયથી બીમાર હતા. 2017 અને 2022માં ચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી હતી.
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ બીજી વાર કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે સામાન્ય કાર્યકર્તાથી ધરાસભ્ય સુધીની રાજકીય સફર ખેડી છે. તેઓ સાદગીભર્યું જીવન જીવી રહ્યા હતા. તેમણે હંમેશા સરકારી બસનો ઉપયોગ કરીને વિધાનસભા જવાનું પસંદ કર્યું અને પોતાના મત વિસ્તારના દરેક વ્યક્તિ સાથે સરળતાથી અને દિલથી મળતા હતા.